Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લોકસભા ચૂંટણી 2024 : પાંચમા તબક્કામાં 57 ટકાથી વધુનું મતદાન થયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભા ચૂંટણીના પાંચમાતબક્કા માટે મતદાન થવાનું છે. 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકોના 94732 મતદાન મથકો પર મતદાન કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. પાંચમા તબક્કામાં લોકસભાની 49 બેઠકો માટે કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમબંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓરિસ્સાની પાંચ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થશે. પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠકો (49) પર મતદાન થવાનું છે. ઓરિસ્સા વિધાનસભાની બાકીની 35 બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બિહાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આજે મતદાન થશે.

પાંચમા તબક્કામાં 9 લાખ 47 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. સામાન્ય રીતે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. પાંચમા તબક્કામાં કુલ 8 કરોડ 95 લાખથી વધુ મતદારો છે. જેમાં 5409 મતદારો થર્ડ જેન્ડર છે. જેમાં 100 વર્ષ કે તેથી વધુ વયના24,792 મતદારો છે જ્યારે 85 વર્ષ કે તેથી વધુ વયના7 લાખ 81 હજાર મતદારો છે. સાત લાખ ત્રણ હજાર દિવ્યાંગમતદારો છે. આ પાંચમા તબક્કામાં જે બેઠકો પર મતદાન થયુ તેમાંથી 40થી વધુ બેઠકો નેશનલ ડેમોક્રેટિકએલાયન્સ (એનડીએ) પાસે હતી. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી કુલ 56.68 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું હતું.

જ્યારે મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 48.66 ટકા મતદાન થયું હતું.જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ભારે મતદાન થઈ રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં બારામુલ્લામાં 54.21 ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશના ઇટા જીલ્લામાં 8 વખત મતદાન કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, પોલિંગ પાર્ટી બૂથના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બૂથ પર ફરીથી મતદાન કરવાનો રાજ્ય ચૂંટણી અધિકારી નવદીપરિણવાએ આદેશ આપ્યો છે.

ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંઘેરાય બરેલીથી મતદાન કર્યું છે. તેમની વિરૂદ્ધ કોંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધી છે. દિનેશ પ્રતાપ સિંઘે મતદાન બાદ કહ્યું કે અમેઠી અને રાયબરેલીમાં કમળ જરૂર ખીલશે. રાહુલ ગાંધી તેમની દાદી વિશે બોલે છે પણ તેમના દાદા વિશે ક્યારેય બોલ્યા નથી. અયોધ્યા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર લલ્લુસિંઘે મતદાન કર્યા બાદ પીએમમોદીના વિકસિત ભારતનો સંકલ્પ ફળીભૂત થશે, તેેમજ તેઓ જ ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેમ કહ્યું હતું.

ઉત્તરપ્રદેશનાલખનૌમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહે મતદાન કર્યુ હતું. કેન્દ્રીય મંત્રી અને મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલે મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.  ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના વડા માયાવતીએ કહ્યું, ‘મેં મતદાન કર્યું છે. હું તમામ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરું છું. હું તમામ રાજકીય પક્ષોને કહેવા માંગુ છું કે તેઓ જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપે. મુંબઈમાં પોતાનો મત આપ્યા પછી, અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદાએ કહ્યું, “અત્યારે કોઈ અન્ય વિષય પર કોઈ ચર્ચા થશે નહીં. ઘરની બહાર આવો અને મતદાન કરો.

મુંબઈમાં જાણીતી પીઢ અભિનેત્રી રેખાએ મતદાન કર્યુ હતું. અભિનેતા રાજકુમાર રાવેમુંબઈમાં મતદાન કર્યું હતું. ફિલ્મ અભિનેતા આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવેમુંબઈમાં વોટિંગ કર્યુ હતું. અભિનેત્રી જાન્હવી કપૂર મુંબઈમાં મતદાન કર્યું હતું. પીઢ અભિનેત્રી શબાનાઆઝમી અને ગીતકાર જાવેદ અખ્તરે વોટ આપ્યા બાદ કહ્યું, મતદાન એ મહત્વની અને મોટી જવાબદારી છે. દરેક નાગરિકનો અધિકાર છે, બધાએ મતદાન કરવું જોઈએ. અભિનેતા ઋત્વિક રોશન અને તેમના માતા પિતાએ મુંબઈમાં મતદાન કર્યુ હતું અને સાથે જ અભિનેતાએ જણાવ્યું કે મત આપતા પહેલા ઉમેદવારોનો અભ્યાસ કરવો, તમે કોને મત આપો છો તે જાણવું જોઈએ.

ઉદ્યોગપતિ અનિલ અંબાણી મુંબઈના એક પોલિંગબૂથ પર કતારમાં ઉભા જોવા મળ્યા હતા. મતદાન શરૂ થયા બાદ તરત જ તેમણે પોતાનો મત આપ્યો હતો.  ફિલ્મ અભિનેતા મનોજ બાજપાઈએ મુંબઈમાં મતદાન કર્યુ હતું અને તેમણે કહ્યું કે જો તમે મતદાન કર્યુ નથી તો ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીએ તેમની માતા સાથે મતદાન મથકે પહોંચી વોટ આપ્યો હતો. મુંબઇમાં અભિનેતા સંજય દત્તે પણ મતદાન કર્યુ હતું. શિવસેના પાર્ટીના દક્ષિણ મુંબઈથી લોકસભા ચૂંટણી લડનારા યામિની જાધવે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, નારી શક્તિને કમજોર ગણવી નહીં. દરેકને મતદાન કરવાનો અધિકાર છે તેથી મતદાન અવશ્ય કરવાની અપીલ કરી છે. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને મુંબઈમાં મતદાન કર્યુ હતું. અભિનેતા શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના સાથે મતદાન મથકે આવ્યો હતો અને વોટ આપ્યો હતો. અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ મુંબઈમાં મતદાન કર્યું હતું. અભિનેતા જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહેમુંબઈમાં મતદાન કર્યું હતું.

લેજેન્ડ ક્રિકેટર સચિન તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઈમાં મતદાન કર્યું હતું. અભિનેત્રી વિદ્યા બાલને મુંબઈમાં મત આપ્યો હતો. અભિનેતા અનિલ કપૂરે મતદાન કેય બાદ સૌને વોટ આપવાની અપીલ કરી હતી. મુંબઈમાં અભિનેતા વરુણ ધવને તેના પિતા ડેવિડ ધવન સાથે પોતાનો મત આપ્યો હતો. અભિનેત્રી અને ભાજપના સાંસદ હેમામાલિનીએ મુંબઈમાં પોતાનો મત આપ્યો હતો અને કહ્યું કે આ ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવી રહ્યા છે. આ વખતે અમે 400 પાર કરીને જીતી રહ્યા છીએ. અભિનેતા રણદીપ હુડ્ડાએ મુંબઈમાં મતદાન કર્યું હતું. ગાયક અને સંગીતકાર શંકર મહાદેવને મુંબઈમાં  પોતાની પત્ની અને બે પુત્રો સાથે મતદાન કર્યું હતું. ઓરિસ્સામાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અને રાઉરકેલા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દિલીપરાયે સૌને મતદાન કરવાની અપીલ કરી છે. સાથે ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હિમાચલ પ્રદેશ ભાજપે કાઝાનાલા હૌલ અને સ્પીતિ જિલ્લામાં કોંગ્રેસના સભ્યોદ્વારા તેમના મંડી લોક સભાસાંસદ ઉમેદવાર કંગના રનૌતના સરઘસ પર પથ્થરમારો કર્યો હોવાનો દાવો કરીને કોંગ્રેસ વિરુદ્ધ ભારતના ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!