Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

24 વર્ષ બાદ રજનીકાંત બોલિવૂડમાં કમબેક કરશે, સાજિદ નડિયાદવાલાએ ફિલ્મ એનાઉન્સ કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોરોના મહામારી બાદના સમયગાળામાં પાન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો છે. બોલિવૂડ અને સાઉથની ઈન્ડસ્ટ્રીએ એકબીજા સાથે સ્પર્ધા કરવાના બદલે સહકારથી આગળ વધવાનો નિર્ણય લીધો છે. પ્રભાસ અને યશના આગમન પહેલા પણ સાઉથના સ્ટાર્સની સમગ્ર દેશમાં બોલબાલા હતી. રજનીકાંત જેવા કલાકારો સાઉથ ઉપરાંત નોર્થ ઈન્ડિયા સધી બહોળો ચાહક વર્ગ ધરાવે છે. રજનીકાંતે 24 વર્ષથી બોલિવૂડની કોઈ ફિલ્મ કરી નથી, પરંતુ હવે તેઓ આ વનવાસ પૂરો કરવાના છે. જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ રજનીકાંત સાથે ફિલ્મ એનાઉન્સ કરી છે.

સાજિદ નડિયાદવાલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રજનીકાંત સાથેનો ફોટોગ્રાફ શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં જણાવ્યુ હતું, મહાન રજનીકાંત સર સાથે કોલેબરેટ કરવાની તક એક સન્માન સમાન છે. અમે એક સાથે આ અવિસ્મરણિય સફર પર નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. સલમાન ખાન સાથે કિક ફિલ્મ ડાયરેક્ટ કરનારા સાજિદે પ્રોડ્યુસર તરીકે વરુણ ધવન સાથે ‘બવાલ’ બનાવી હતી. રજનીકાંતની પાન ઈન્ડિયા ફિલ્મ લાલ સલામ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રજનીકાંતનો લીડ રોલ નથી, પરંતુ સ્પેશિયલ રોલ છે. રજનીકાંતનની છેલ્લી બોલિવૂડ ફિલ્મ બુલંદી હતી. અનિલ કપૂર અને રવિના ટંડન સાથેની આ ફિલ્મ 2000ના વર્ષમાં રિલીઝ થઈ હતી. ત્યારબાદ રજનીકાંતની ઘણી ફિલ્મો હિન્દી ડબિંગ રિલીઝ થયું છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!