Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મેગા બજેટ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં પ્રભાસ અને દીપિકા સાથે મહનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સદીના મહાનાયક અને બૉલીવુડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેમની બહુપ્રતિક્ષિત આગામી મેગા બજેટ ફિલ્મ ‘કલ્કી 2898’ માટે ખૂબ ચર્ચામાં છે, જેમાં દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ઘણા પોસ્ટર સતત રિલીઝ થઈ રહ્યા છે તેની સાથે જ ફિલ્મનું બિગબીનું પોસ્ટર શેર કરતી વખતે જણાવવામાં આવ્યું હતું કે રવિવારે તેમના પાત્ર વિશે માહિતી આપવામાં આવશે. અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ ‘કલ્કી 2898 AD’નું બીજું નવું પોસ્ટર તેમના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે, જેમાં તેમની તીક્ષ્ણ આંખો જોવા મળે છે અને તેમનું આખું મોં કપડાથી ઢંકાયેલું જોવા મળે છે.

આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે સ્ટાર સ્પોર્ટ્સ પર તેના પાત્રને થોડા સમય પછી જાહેર કરવામાં આવશે, જેને લઈને ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને તેના પાત્ર વિશે જાણવા માટે આતુર છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત અને વૈજયંતી મૂવીઝ દ્વારા નિર્મિત ‘કલ્કી 2898 એડી’માં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અને દિશા પટણી જેવા કલાકારો જોવા મળશે. આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ગણાતી ‘કલ્કી 2898 એડી’ એક સાયન્સ-ફિક્શન ફિલ્મ છે. ઘણા સમય પહેલા પ્રભાસે તેની ફિલ્મની એક પોસ્ટ રિલીઝ કરી હતી, જેની સાથે તેણે ફિલ્મની રિલીઝડેટ પણ જાહેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ આ વર્ષે 9 મે, 2024ના રોજ સિનેમાઘરોમાંરિલીઝ થઈ શકે છે.