કંબોડિયામાં પોલીસ દ્વારા 300 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ભારતીયોને ગેરકાયદેસર રીતે કંબોડિયા લાવવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના લોકો આંધ્રપ્રદેશના હોવાનું કહેવાય છે. આંધ્ર પ્રદેશ પોલીસનું કહેવું છે કે, ગેરકાયદેસર રીતે કંબોડિયા લઈ જવામાં આવેલા 300 ભારતીયોએ ગત 20 મેના રોજ તેમના હેન્ડલર્સ વિરુદ્ધ બળવો કર્યો હતો. જેના કારણે તેમાંથી મોટાભાગના લોકોની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ રશિયામાંથી પણ આ પ્રકારની માનવ તસ્કરીનો એક કિસ્સો સામે આવ્યો હતો.




