Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજકોટમાં 434 રનથી મળેલી હાર પર ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ડીઆરએસથી અમ્પાયરના કોલને દુર કરવાની માંગ કરી છે. ઈંગ્લેન્ડ ટીમે એક નિર્ણય પર સવાલ ઉભો કર્યો છે. હાર બાદ બેન સ્ટોક્સે કોચ બ્રેડન મેક્કુલમની સાથે મેચ રેફરી સાથે મુલાકાત કરી હતી. હવે જોવાનું રહેશે કે સીરિઝમાં આગળ શું થાય છે. ભારતના હાથે 434 રનથી મળેલી મોટી હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ તણાવમાં છે. બેઝબોલ પર સવાલો ઉઠી રહ્યા છે અને ઈંગ્લિશ મીડિયા પણ બેન સ્ટોક્સની કેપ્ટનશીપ પર નિશાન સાધી રહ્યું છે.

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા છે. આટલેથી અટક્યો નહિ તેમણે મેચ બાદ રેફરી સાથે મુલાકાત કરી હતી. ઈંગ્લેન્ડે જેક ક્રોલીને આઉટ આપવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, કારણ કે તેણે રિવ્યુ લીધો હતો અને બાદમાં અમ્પાયરના કોલને કારણે ક્રોલીને આઉટ આપવામાં આવ્યો હતો. અમ્પાયર્સ કોલ શું છે જે વિષે જણાવીએ તો, આ નિયમને દુર કરવાનું ઈંગ્લેન્ડના કેપ્ટન કેમ વિચારી રહ્યો છે. આ તમામ સવાલોના જવાબ જાણતા પહેલા આપણે એ પણ જાણીએ કે, આ અમ્પાયર્સ કોલ છે શું? અમ્પાયર્સ કોલ ક્રિકેટમાં ડીઆરએસ (Decision Review System)નો એક ભાગ છે.

જ્યારે કોઈ બેટ્સમેન ફીલ્ડ અમ્પાયરના નિર્ણયથી ખુશ ન હોય તો તેના વિરુદ્ધ રિવ્યુ લેવામાં આવે છે એટલે કે, થર્ડ અમ્પાયરની પાસે જાય છે. ત્યારે એલબીડબલ્યુના સંદર્ભમાં ટીવી અમ્પાયર રીપ્લે અને બોલ ટ્રૈકિંગ દ્વારા ફાઈનલ નિર્ણય સુધી પહોંચે છે. ભારતની ટેસ્ટ ફોર્મેટમાં રનના હિસાબથી મોટી જીત છે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. જ્યારે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ બીજી ઈનિગ્સમાં 5 વિકેટ લીધી જેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!