મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉકાઈનાં જે.કે. પેપર મિલનાં ગેટ પાસેથી 6 વર્ષ પહેલા થયેલ ચર્ચમાં ચોરીના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીને સોનગઢ પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ 09/03/2024ના રોજ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે અંગત અને વિશ્વાસુ બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનમાં છ વર્ષ પહેલાં ચર્ચમાં થયેલ ચોરીના ગુનાનો આરોપી, અશોક લલ્લુભાઈ ગામીત (હાલ રહે.રાણીઆંબા ગામ, બજાર ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી, મૂળ રહે.ટોકરવા ગામ, વિષમહુડા ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી) અને તેનો સાથી સુરેશ દિનેશભાઈ ગામીત (રહે.હાલ રહે.લોટરવા ગામ, ડુંગરી ફળિયું, તા.વ્યારા, જિ.તાપી, મૂળ રહે.ડોસવાડા ગામ, ગાયવાડા ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)નો મુદ્દામાલ પાવર એમ્પ્લીફાયર તથા કોલેક્ષ માઈક્રોફોન સાથે જે.કે. પેપરનાં ગેટ પાસે ઉભેલ છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપરથી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આમ, સોનગઢ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
