Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

એડવોકેટ સાથે 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

થાણે જિલ્લામાં પત્નીને શિક્ષિકાની કાયમી નોકરી અપાવવાને બહાને એડવોકેટ સાથે 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પાંચ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તિલકનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર પાંચેય આરોપી મુંબઈના રહેવાસી છે, જેમાં બે મહિલાનો સમાવેશ છે. પાંચેય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.મે, 2021થી ઑગસ્ટ, 2025 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી અને આ પ્રકરણે નોધાવાયેલી ફરિયાદને આધારે બુધવારે ગુનો દાખલ કરાયો હતો. કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)