અંકિતા લોખંડે અને વિકી જૈને બિગ બોસમાં ભાગ લીધો હતો. જો કે, બિગ બોસના ઘરમાં જ્યારે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. આટલું જ નહીં અંકિતા અને વિકીના છૂટાછેડાની પણ ભારે ચર્ચા થઈ હતી. હાલમાં જ અંકિતા અને વિકી એક ઈન્ટરવ્યુમાં સાથે આવ્યા હતા. આ અવસર પર અંકિતા અને વિકી તેમના સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા જોવા મળ્યા હતા. અંકિતા અને વિકી મ્યુઝિક વીડિયો ‘લા પિલા દી શરાબ’માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ વખતે અંકિતાએ કહ્યું કે, તેના પાર્ટનર સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. જો કે વિકી અંકિતા લોખંડેને ચીડવતો જોવા મળ્યો હતો. વિકીએ કહ્યું તે સાચું છે, પાર્ટનર પર નજર રાખવાની જરૂર નથી. હવે વિકીના આ નિવેદનની ભારે ચર્ચા જોવા મળી રહી છે.
