Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરતમાં 80 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટિમોએ સર્વેલન્સની કામગીરી હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી 80 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાના આરોગ્ય વિભાગની ટિમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમ દ્વારા સમગ્ર સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી રહી છે. જો કે, પાલિકા અધિકારીના જણાવ્યાનુસાર આ માત્ર સીઝનલ ફલૂ છે. મહિલા પહેલાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જ્યાં અન્ય રિપોર્ટ કાઢતા મહિલાનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સુરત શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે પણ ડીંડોલી વિસ્તારમાંથી સ્વાઈન ફ્લૂનો કેસ સામે આવ્યો છે.

ડીંડોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં રહેતી 80 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અહીં મેડિકલવાન મોકલાવી એપાર્ટમેન્ટના રહીશોની આરોગ્ય લક્ષી તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી પ્રદીપ ઉમરીગરનું કહેવું છે કે, 80 વર્ષીય મહિલા પહેલાથી જ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલાની સારવાર દરમિયાન વધારાના રિપોર્ટ કઢાવતા સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વાઇન ફ્લૂ એક સિઝનલ ફ્લૂ છે.

જેનાથી ડરવાની કોઈ પણ જરૂર નથી. તંત્રએ તાકીદે અહીં મેડિકલ વાન મોકલાવી સર્વેની કામગીરી હાથ ધરી છે. અહીં અલગ-અલગ મેડીકલ ટીમો દ્વારા એપાર્ટમેન્ટના રહીશોની આરોગ્ય લક્ષી તપાસ કરવામાં આવી રહી છે. હમણાં સુધીની તપાસમાં આવા કોઈપણ લક્ષણ અન્ય વ્યક્તિઓમાં મળી આવ્યા નથી. સ્વાઈન ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સૂચવવામાં આવેલ ગાઈડલાઇનનું અનુસરણ કરવું જરૂરી છે. જેના કારણે આવા રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. હાલ જે મહિલાનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે મહિલા સારવાર હેઠળ છે અને તેની તબિયત પણ સુધારા પર છે. ખાંસી- શરદી એ સ્વાઇન ફ્લૂના લક્ષણો અને જરૂરી તકેદારી અને સાવચેતી રાખવામાં આવે તો આવા રોગો સામે રક્ષણ મળી રહે છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!