મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉકાઇ પોલીસ સ્ટાફના માણસો તારીખ 13/04/2024નાં રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉકાઈ લાલ ટેકરી ખાતે આવતા તેઓને એક અજાણ્યો પુરૂષો મળી આવ્યો હતો અને જે અસ્થિર મગજનો લાગતો હોય જેથી ઉકાઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રવિન્દ્ર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મળી આવેલ ઈસમને વધુ પૂછપરછ કરતા મોબાઇલ નંબર જણાવ્યો હતો.
જેથી તેમનો નંબર મળતા તેમને સંપર્ક કરતા મળી આવેલ ઈસમનું પૂરું નામ રવિન્દ્ર હરિરામ રૈકવાર (રહે. ગાંધીધામ, કીટાખેરા ગામ, તા.જતારા, જિ.ટીકમગઢ, મધ્યપ્રદેશ)નાં હોવાનું જાણવા મળ્યું હતું અને જે ગત તારીખ 08/03/2024નાં રોજ કીટાખેરા ગામ ખાતેથી ગુમ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસના સંપર્ક બાદ ઈસમના પિતા હરિરામ કાશીરામ રૈકવાર અને નાનો ભાઈ પ્રશાંત હરિરામ વાથક ઉકાઈ પોલીસ સ્ટેશન ખાતે આવી છેલ્લાં એક માસથી ગુમ રવિન્દ્રભાઈ કબ્જો લીધો હતો. આમ, છેલ્લાં એક માસથી મધ્યપ્રદેશથી ગુમ થયેલ ઈસમનું તારીખ 15/04/2024નાં રોજ તેના પરિવાર સાથે મિલન કરાવી ઉકાઈ પોલીસે પ્રશંશીનીય કામગીરી છે.
