Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આગામી તા.૨૨ એપ્રિલથી ૦૬ મે સુધી મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને ગાંધીનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશનપ્લાન (TIP) અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદીએ જણાવ્યું હતુ કે, આગામી સોમવારથી ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશનપ્લાન (TIP) અંતર્ગત મતદાતાઓને જાગૃત કરવા મતદાતા જાગૃતિ સઘન અભિયાન હાથ ધરવામાં આવશે. આ સઘન અભિયાનમાં વિવિધ પ્રવૃત્તિઓ માટે આયોજન કરવામાં આવશે. મતદાતા જાગૃતિ કાર્યક્રમ અન્વયે  ગાંધીનગર જિલ્લામાં વિવિધ સ્થળો ખાતે તા.૨૨-એપ્રિલ ,૨૦૨૪થી તા-૦૫, મે ૨૦૨૪ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને મતદાન કરવાની પ્રેરણા આપતા કાર્યક્રમો યોજાશે.

જેમાં RWS (રેસિડેન્ટવેલ્ફેરસોસાઈટી) સાથે મીટીંગ, અવસર ડિસ્કાઉન્ટ અંતર્ગત દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલ, મેડિકલ સ્ટોર્સમાં મત આપનાર નાગરિકોને ૦૭ ટકા ડિસ્કાઉન્ટ આપવુ અને મતદાનના દિવસે પેઈડ રજા અંગે ચર્ચા કરવી ,કેમ્પસ એમ્બેસેડર થકી ચર્ચા, મતદારોને જોડવા માટે જિલ્લાઓમાં અસરકારક પ્રવૃત્તિઓ હાથ ધરવી, જાહેર મેળાવડા કે ભીડવાળાસ્થળો જેવા કે મોલ, મેદાન ,બગીચા વગેરે જગ્યાઓએ મત જાગૃતિ કાર્યક્રમ કરવા. ઉપરાંત સમૂહ મહેંદી દ્વારા એક જ સમયે વિવિધ સ્થળોએ સૌથી વધુ સંખ્યામાં મહેંદી પ્રવૃતિના રેકોર્ડનો પ્રયાસ કરવો, આંગણવાડી અને આશા વર્કર બહેનોને જોડી મતદાન જાગૃતિના પ્રયાસ સાથે મમતા દિવસની ઉજવણી કરવી, જાહેર ચાર રસ્તા કે પ્રખ્યાત મોલ જેવી જગ્યા ઉપર રંગોળી, ફ્લેશમોબ, રન ફોર વોટ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!