મહેન્દ્ર સિંહ ધોની નામ જ કાફી છે દેશ અને દુનિયાના ક્રિકેટ ખિલાડીઓ અને મેચ રસિકો માટે, પરંતુ આ નામને બનાવવા પાછળ ઘણા મોટા સંધર્ષનીકહાની છે જે આવનાર ઘણી પેઢીઓને કંઈક સીખવા માટે મોટુ કારણ આપશે. લખનૌઉની સામે ધોનીએ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનના રૂપમાં છઠ્ઠા સ્થાને પહોંચીનેડિવિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે હવે ધોનીના નામે 257 મેચમાં5169 રન થઈ ગયા છે. ત્યાં જ ડિવિલિયર્સના નામે આઈપીએલમાં કુલ 5162 રન નોંધાયેલા છે. ધોનીના આ રેકોર્ડ બાદ ડિવિલિયર્સ હવે 7 નંબર પર આવી ગયા છે. આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો ટોપ 5માં પહેલા સ્થાન પર વિરાટ કોહલી છે જ્યારે તેમના નામે 244 મેચમાં7624 રન નોંધાયા છે. ત્યાં જ કોહલી બાદ આ લિસ્ટમાં શિખર ધવન, ડેવિડ વોર્નર, રોહિત શર્મા, તેના બાદ હવે આઈપીએલથી સંન્યાસ લઈ ચુકેલાપ્લેયર્સ અને તેના બાદ ધોનીનું નામ છે.
