મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી પોલીસ સ્ટાફનાં માણસો ગત તારીખ 18/04/2024નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી રિયાઝ કાલુભાઈ મુલતાની (રહે.મામા ફળિયું, ઝંખવાવ ગામ, તા.માંગરોળ, જિ.સુરત)નાને ઈન્દુ બ્રિજ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
