મનિષા એસ. સુર્યવંશી/તાપી : પોલીસ અધિક્ષક તાપી, વ્યારા નાઓએ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-2024 યોજાનાર હોય જેથી જિલ્લામાં પ્રોહી. તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સંબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 20/04/2024નાં રોજ ફરજ પર હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનનાં ચોરીનાં ગુન્હામાં છેલ્લાં નવ વર્ષથી નાસતો ફરતો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને સુરત શહેર પાલ ગૌરવપથ રોડ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ આગળની વધુ કાર્યવાહી કરવા માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.
