આ વર્ષ ની શરૂઆતથીજકેનેડિયનસ્ટુડન્ટ વિઝા મંજૂર થવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી રહ્યો છે. કેનેડીયન સરકાર દ્વારા આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટવિઝાની મંજૂરી માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેનેડિયન વિદ્યાર્થી વિઝા સલાહકારો નિર્દેશ કરે છે કે કેનેડિયન સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામર્યાદિત કરવા સહિત વિદ્યાર્થી વિઝામાં ઘણા ફેરફારો લાગુ કર્યા છે. કેનેડિયન પ્રાંત દ્વારા જાહેર કરાયેલ પ્રમાણિત પત્રો હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા મેળવવા માટે ફરજિયાત છે. કોલેજ/યુનિવર્સિટી તરફથી દરખાસ્ત પત્રો પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. સલાહકારોએ એમ પણ કહ્યું કે આ ફેરફારો 22 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે અને ઘણા પ્રાંતો/પ્રદેશોએ હજુ સુધી વેરિફિકેશનલેટર્સ જારીકર્યા નથી, જેના કારણે તેમના વિઝા હજુ સુધી મંજૂર થયા નથી.
વિદ્યાર્થીઓ ઝડપથી વિઝાની મંજૂરી મેળવવા શું કરી શકે તેની વાત કરવામાં આવે તો- અમુક વિઝા સલાહકારો સૂચવે છે કે જો વિદ્યાર્થીઓએ ચકાસણી પત્ર મેળવ્યો હોય અને હજુ પણ વિલંબનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તેઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનો પસંદ કરેલ કાર્યક્રમ “પ્રતિબંધિત અભ્યાસક્રમો”માતો નથી ને. આ એવા કાર્યક્રમો છે જે કોલેજો દ્વારા બંધ કરવામાં આવ્યા છે. ઘણા બધા વિઝા કન્સલ્ટન્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓને ટોકનટ્યુશન ફી ચૂકવ્યા બાદ પહેલા કોલેજોમાંથી ઓફર લેટર મળે છે, પછી સ્વીકૃતિ પત્રો (LOA) મળે છે. કોલેજો પછી પ્રાંતના વિદ્યાર્થીઓ માટે ચકાસણી મેળવે છે. હાલમાં, મોન્ટ્રીયલમાં ચકાસણી ચાલી રહી છે એટલે કે ક્વિબેક અને અન્ય પ્રાંતોએ પણ આ નિયમનું પાલન કરવાનું શરૂ કર્યું છે.
મોન્ટ્રીયલના વિદ્યાર્થીઓએ અગાઉ CAQ (ક્વિબેક સર્ટિફિકેટ ઑફએક્સેપ્ટન્સ) મેળવવું જરૂરી હતું, અને હવે CAQ ને ચકાસણી પત્ર દ્વારા બદલવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયાને લઈને કેનેડિયન કોલેજોમાં મૂંઝવણ છે, જેના કારણે વેરિફિકેશનલેટર આપવામાં વિલંબ થઈ રહ્યો છે, અને તેથી વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. જો અરજી પર કોઈ જવાબ ન મળે, તો વિદ્યાર્થીઓએ કેનેડિયન સરકારની વેબસાઈટ પર વેબફોર્મસબમિટ કરવાનું વિચારવું જોઈએ. આ વિઝા પ્રક્રિયા વિશેની માહિતી મેળવવા અથવા CAIPS (કમ્પ્યુટર આસિસ્ટેડ ઇમિગ્રેશન પ્રોસેસિંગસિસ્ટમ) માટે અરજી કરવા માટે કરવામાં આવે છે, જે ત્રણથી ચાર અઠવાડિયામાં વિઝા અરજીની માહિતી પ્રદાન કરે છે. વિદ્યાર્થી માટે અરજી પાછી ખેંચી લેવાનો અને ફરીથી નવી અરજી કરવાનો છેલ્લો ઉપાય છે.
