IPL 2024 ની 17મી સિઝનમાં શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ ની ટીમે દિલ્હી કેપિટલ્સ ને 67 રનથીહરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સનો દાવ ખોરવાઈ ગયો હતો અને ટીમે199 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી છે. નટરાજને કુલદીપ યાદવને આઉટ કરીને દિલ્હીને નવમો ઝટકો આપ્યો હતો. કુલદીપ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આ મેચ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદદસ પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમાંકે આવી ગઈ છે.
પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ટ્રેવિસહેડના 32 બોલમાં 89 રન, અભિષેક શર્માના 12 બોલમાં 46 રન અને શાહબાઝઅ હેમદના 29 બોલમાં અણનમ 59 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે266 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી માટે જેક ફ્રેઝરમેક ગર્કે તોફાની ઇનિંગ રમી હતી અને 18 બોલમાં 65 રન બનાવ્યા હતા, પરંતુ તેના આઉટ થયા બાદ દિલ્હીનો દાવ ખોરવાઈ ગયો હતો અને ટીમ 19.1 ઓવરમાં199 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી માટે કેપ્ટન રિષભપંતે 35 બોલમાં44 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે ટી. નટરાજને ચાર ઓવરમાં19 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
