Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મંથનનું 4K રિસ્ટોરેશન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર રેડ કાર્પેટ વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

શ્યામ બેનેગલની વર્ષ 1976ની એવોર્ડ વિજેતા ફિચર ફિલ્મ “મંથન” ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મને 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી છે. અમૂલ બ્રાન્ડના નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી GCMMF હાલ તેમની સુવર્ણ જયંતી ઉજવી રહ્યું છે. આ માઈલસ્ટોનને યાદ કરવા માટે ફેડરેશને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન કે જે બિન- લાભકારી સંસ્થા છે તેની સાથે હાથ મિલાવ્યો છે, જે મંથન ફિલ્મને 4Kમાં રિસ્ટોર કરશે.

મંથનનું 4K રિસ્ટોરેશન મે મહિનામાં યોજાનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર રેડ કાર્પેટ વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવ્યું છે. મંથન એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેને આ વર્ષે ફેસ્ટિવલના કાન્સ ક્લાસિક વિભાગ હેઠળ પસંદ કરવામાં આવી છે. GCMMFના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન મહેતાએ જણાવ્યું કે, “મંથન ભારતીય શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનની અગ્રણી દૂધ સહકારી ચળવળથી પ્રેરિત છે. આ ફિલ્મે ડેરી સહકારી ચળવળ પર ખૂબ જ અસર કરી છે. તેણે દેશભરના લાખો ખેડૂતોને સ્થાનિક સહકારી ડેરી બનાવવા માટે પ્રેરિત કર્યા છે અને ભારતને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે.”

મંથન ફિલ્મની વાર્તામાં દિગ્ગજ કલાકારો સ્મિતા પાટીલ, નસીરૂદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, અમરીશ પુરીએ ગરીબ ખેડૂતોના નાના સમૂહના સંઘર્ષ અને વિજયને દર્શાવ્યો છે. જેઓ આર્થિક સ્થિતિ સુધારવા માટે સહકારી ડેરી બનાવવા માટે ભેગા થાય છે. આ એક અસાધરણ ડેરી સહકારી ચળવળની શરૂઆતની વાર્તા છે. રૂ.10 લાખના બજેટમાં બનેલી “મંથન” પ્રથમ ક્રાઉડફંડેડ ભારતીય ફિલ્મ હતી. જેમાં GCMMFના તમામ પાંચ લાખ ડેરી ખેડૂતોએ રૂ.2 પ્રતિ ખેડૂત ફિલ્મ બનાવવાના ખર્ચ તરીકે આપ્યા હતા. આ ફિલ્મ સમુદાય દ્વારા ચલાવવામાં આવેલ પહેલની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે. અને ભારતીય સિનેમામાં સામાજિક રીતે સંબંધિત વાર્તામાં એક મહત્વપૂર્ણ વિભાગને દર્શાવે છે. વર્ષ 1977માં મંથન ફિલ્મને શ્રેષ્ઠ હિંદી ફિચર ફિલ્મ તરીકે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. સાથે જ વિજય તેંડુલકરને શ્રેષ્ઠ પટકથા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!