Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પશ્મિના રોશનની ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’ રિલીઝ માટે તૈયાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રિતિક રોશનની બહેન પશ્મિના અને રોહિત સરાફનો લીડ ધરાવતી ‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને એડિટિંગ બાદ ફાઈનલ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. જો કે આ ફિલ્મની રિલીઝમાં રસ લેવા માટે ડિસ્ટ્રિબ્યુટર્સ તૈયાર થતા નથી, જેના કારણે રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે. અક્ષય કુમાર, અજય દેવગન, અમિતાભ બચ્ચન અને પ્રભાસ જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો પણ ફ્લોપ થતી હોવાથી ઓડિયન્સની પસંદગી સમજવામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગૂંચવાયેલી છે. જેના કારણે જોખમ ટાળવાની માનસિકતા વધી રહી છે અને તેની અસર ‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’ પર થઈ રહી છે.

‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’માં રોહિત સરાફ અને પશ્મિના રોશન ઉપરાંત નૈના ગરેવાલ અને જિબ્રાન ખાન પણ મહત્તવના રોલમાં છે. આ ફિલ્મને પાન ઈન્ડિયા રિલીઝ કરવાનું આયોજન હતું, પરંતુ તેના માટે ડિસ્ટ્રિબ્યુટર શોધવાનું કપરું થઈ રહ્યું છે.  ‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’ને 28 જૂને રિલીઝ કરવાની છે, પરંતુ હજુ સુધી કોઈ ડિસ્ટ્રિબ્યુટર તૈયાર ન હોવાનું કહેવાય છે. લાંબો સમય આ સ્થિતિ રહી તો ફિલ્મને મર્યાદિત થીયેટર સ્ક્રિનમાં રજૂ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે અને થોડા સમય  બાદ ઓટીટી પર આ ફિલ્મ આવી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ‘ઈશ્ક વિશ્ક રીબાઉન્ડ’ કોરોના મહામારી સમયે એનાઉન્સ થઈ હતી અને તે સમયે ફિલ્મ માટે ભારે ઉત્સુકતા હતી. ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન પૂરું થતા સુધીમાં ઈન્ડસ્ટ્રીના સમીકરણો બદલાઈ ગયાં છે અને અહીં અનિશ્ચિતતાનો માહોલ છે. મોટા બજેટથી બનેલી મલ્ટિસ્ટાર ફિલ્મોની સફળતા માટે પણ ગેરંટી આપી શકાય તેમ નથી અને આ સ્થિતિ ડિસ્ટ્રિબ્યુટર્સ તથા થીયેટર સંચાલકો માટે અકળાવનારી છે. ઉલ્લેખનીય છે કે, 2003ના વર્ષમાં રિલીઝ થયેલી શાહિદ કપૂરની હિટ ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’ની સીક્વલ તરીકે આ ફિલ્મ બની છે. ટિપ્સ ફિલ્મ્સના રમેશ તૌરાની તેના પ્રોડ્યુસર છે. સીક્વલમાં ફિલ્મની સમગ્ર કાસ્ટ બદલી દેવામાં આવી છે અને સ્ટોરી પણ નવા સમયને અનુરૂપ છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!