Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે દિલ્હીમાં જમીનનો સૌથી મોટો સોદો કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે દિલ્હીમાં જમીનનો સૌથી મોટો સોદો કર્યો છે. અત્યાર સુધી મુંબઈની પ્રોપર્ટી ડીલ સમાચારોમાં હતી, પરંતુ હવે Zomatoના CEOએ દેશની રાજધાનીમાં જમીનનો મોટો સોદો કર્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. દીપેન્દ્ર ગોયલે ડેરા મંડી વિસ્તારમાં લગભગ 5 એકર જમીન અંદાજે 79 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ સિવાય ગોદરેજ પ્રોપર્ટીઝ, એક્સપિરિયન ડેવલપર્સ, ડીએલએફ હોમ્સ ડેવલપર્સ અને પ્રેસ્ટિજ ગ્રુપે પણ દિલ્હી-એનસીઆરમાં જમીનના મોટા સોદા કર્યા છે. તમને જણાવી દઈએ કે પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યા બાદ Zomatoએ નફો કરવાનું શરૂ કરી દીધું છે.

કંપનીએ તાજેતરના ત્રિમાસિક પરિણામોમાં જંગી નફો કર્યો છે. એનરોકના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2024માં દિલ્હી-એનસીઆરમાં લગભગ 314 એકર જમીનના 29 સોદા થયા છે. આમાં સૌથી મોટી ડીલ દીપેન્દ્ર ગોયલે કરી છે. નાણાકીય વર્ષ 2023માં 273.9 કરોડ રૂપિયાના કુલ 23 જમીનના સોદા કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર ગુરુગ્રામમાં 208.22 એકર જમીનના 22 સોદા થયા છે. તેમાંથી શૈક્ષણિક, રહેણાંક અને છૂટક હેતુઓ માટે એક-એક સોદો કરવામાં આવ્યો છે. બાકીના 20 સોદા માર્ચ 2024 સુધી રહેણાંક વિકાસ માટે છે. ફરીદાબાદમાં 15 એકર જમીનનો સોદો પણ થયો છે.

આ સિવાય ગંગા રિયલ્ટીએ ગુરુગ્રામમાં 8.35 એકર જમીન માટે 132 કરોડ રૂપિયામાં એક્સપિરિયન ડેવલપર્સે 4 એકર જમીન 400 કરોડ રુપિયામાં ગોલ્ફ કોર્સ રોડ પર અને નોઈડાના સેક્ટર 145માં 250 કરોડ રુપિયામાં 5 એકર જમીનનો સોદો કર્યો છે. ગોદરેજ પ્રોપર્ટીઝે ગુરુગ્રામ અને નોઈડામાં જમીન ખરીદી છે. DLF હોમ્સ ડેવલપર્સે ગુરુગ્રામમાં જમીન ખરીદી છે અને પ્રેસ્ટિજ ગ્રુપે ગાઝિયાબાદમાં જમીન ખરીદી છે. એનરોક ગ્રૂપના વાઇસ ચેરમેનના જણાવ્યા અનુસાર મોટા બિલ્ડરો દિલ્હી-એનસીઆર તરફ આગળ વધી રહ્યા છે. મકાનોની વધતી માંગને પહોંચી વળવા માટે લગભગ 298 એકર જમીનના 26 સોદા થઈ શકે છે. આ સિવાય કોમર્શિયલ પ્રોપર્ટી અંગે બે ડીલ કરી શકાય છે. નાણાકીય વર્ષ 2024માં ટોચના 7 શહેરોમાં લગભગ 83 મોટા જમીન સોદા થયા છે. આ ઉપરાંત અયોધ્યા, અમદાવાદ, જયપુર, નાગપુર, મૈસુર, લુધિયાણા અને સુરત જેવા 2 અને 3 શહેરોમાં 1,853 એકર જમીનના 18 મોટા સોદા પણ કરવામાં આવ્યા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!