IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં MS ધોની બેટિંગ કરવા આવ્યો હતો. ધોની અણનમ રહ્યો અને તેણે 2 બોલમાં 5 રન બનાવ્યા પણ હવે ધોનીએ હૈદરાબાદ સામેની મેચ દ્વારા એક મોટી સિદ્ધિ મેળવી છે. ઈતિહાસ રચીને તેણે IPLનો તે રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે જ્યાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ પહોંચી શક્યા નથી. મહેન્દ્રસિંહ ધોની IPL ના ઈતિહાસમાં 150 જીતનો ભાગ બનનાર પ્રથમ ખેલાડી બન્યો.
રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ અત્યાર સુધી આ આંકડાને સ્પર્શી શક્યા નથી. હૈદરાબાદ સામેની મેચમાં ધોની એક ખેલાડી તરીકે 150મી IPL જીતનો ભાગ બન્યો હતો. આ સમયગાળા દરમિયાન ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 135 જીત અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ માટે 15 જીતનો ભાગ હતો. ચેન્નાઈની ટીમ પર 2016 અને 2017 દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના કારણે ધોની સાઈઝિંગ પુણે સુપર જાયન્ટનો ભાગ બન્યો હતો.
