મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં નારણપુર ગામમાં આવેલ અક્ષય હોટલની પાછળ આવેલ ખુલ્લી પડતર ખેતરાડીમાં ઝાડ નીચે બેસી ગેરકાદેસર વરલી મટકાનો જુગાર રમતા બે જુગારીઓ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 29/04/2024નાં રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉચ્છલનાં નારણપુર ગામમાં આવેલ અક્ષય હોટલની પાછળ આવેલ ખુલ્લી પડતર ખેતરાડીમાં ઝાડ નીચે બેસી બે ઈસમો મુંબઈથી નીકળતા વરલી મટકાના હારજીતનાં આંકડા ઉપર જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી જગ્યા ઉપર જઈ રેઈડ કરતા ત્યાંથી બે ઈસમોને ઝડપી પડ્યા હતા.
ત્યારબાદ પોલીસે બંને ઈસમોનું નામ પૂછતા પહેલાએ પોતાનું નામ, ફિલિપભાઈ વીરસિંગભાઈ ગામીત અને રમણભાઈ ગોવિંદભાઈ ગામીત (બંને રહે.નારણપુર ગામ, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં 2 નંગ બુક, આંકો લખેલ કાપલીઓ, કાર્બન પેપર, બોલપેન, 2 નંગ મોબઈલ અને અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂપિયા 17,690/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે બંને ઝડપાયેલ ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
