કર્ણાટકના ભારતીય જનતા પાર્ટી માટે મોત આંચકો. કર્ણાટક પોલીસે નેતા જી. દેવરાજેગૌડાને યૌન ઉત્પીડનના કેસમાં કસ્ટડીમાં લીધા છે. જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કરતા પહેલા ગૌડાએ બીજેપી નેતૃત્વને પત્ર લખીને પ્રજ્વલ રેવન્ના દ્વારા ઘણી મહિલાઓના કથિત જાતીય શોષણ અંગે ચેતવણી આપી હતી. પોલીસે જણાવ્યું કે ભાજપ નેતા અને વ્યવસાયે વકીલ દેવરાજ ગૌડાને શુક્રવારે બેંગલુરુથી ચિત્રદુર્ગ તરફ જતા સમયે હિરીયુર પોલીસે ધરપકડ કરવામાં આવી હતી. જેડીએસ સાંસદ અને હાસન સીટ પરથી એનડીએના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેડીએ સુપ્રીમો એચડી દેવગૌડાનો પૌત્ર છે અને 26 એપ્રિલની લોકસભા ચૂંટણીમાં હાસનમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ઉમેદવાર તરીકે ઊભો હતો.
તેમની પાર્ટીએ 2023માં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, દેવરાજેગૌડાને હિરીયુર પોલીસે ચિત્રદુર્ગ જિલ્લાના ગુલિહાલ ટોલ નાકા પર પેન ડ્રાઈવ દ્વારા વીડિયો લીક કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, હસન પોલીસ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે ગૌડાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, વ્યવસાયે વકીલ ગૌડા સામે 1 એપ્રિલે એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ પ્રજ્વલ રેવન્ના કેસનો પર્દાફાશ કરવામાં તેમની ભૂમિકા બાદ તાજેતરમાં જ આ વાત પ્રકાશમાં આવી છે. પોલીસે વધુમાં કહ્યું હતું કે કર્ણાટક રાજ્યના હાસન જિલ્લાની એક 36 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે ભાજપ નેતા દેવરાજેગૌડા વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. મહિલાનો આરોપ છે કે દેવરાજેગૌડાએ તેની મિલકત વેચવામાં મદદ કરવાના બહાને તેની છેડતી કરી હતી.
