એલોનમસ્કે જ્યારથી એક્સ (ટ્વિટર) ની બાગડોર સંભાળી છે ત્યારથી તેમના દ્વારા ઘણા બધા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. યુઝર્સનાઅનુભવને વધુ ઉપયોગી અને સારો બનાવવા માટે, મસ્ક દ્વારા આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મમાં સતત નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. જો તમે પણ ટ્વિટર એટલે કે X નો ઉપયોગ કરો છો, એલોનમસ્કેયુઝર્સને એક નવું ફીચર માટે ની જાણકારી આપતા એક પોસ્ટ કરવામાં આવી હતી.
એલોનમસ્કે તાજેતરમાં એક્સ પર ઓડિયો અને વીડિયો ફીચર ઉમેર્યું છે. હવે વધુ એક અદ્ભુત ફીચર નો ઉમેરો થવા જઈ રહ્યો છે જેમાં યુઝર્સ હવે X પર મૂવીઝ, ટીવી સીરીઝ અને પોડકાસ્ટ પણ પોસ્ટ કરી શકશો. X ની આ નવી સુવિધાઓ સાથે, સબસ્ક્રાઇબર્સને પૈસા કમાવવાનું નવું માધ્યમ પણ મળશે. આ ફીચર બાબતે મળતી માહિત મુજબ ચાર કલાક ની સમય મર્યાદા વાળો વિડીયો પણ યુઝર્સ એક્સ પર ઉપલોડ કરી શકશે.
