IPL 2024ની અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ ની વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની બેંટિગ સમયે, મહેન્દ્રસિંહ ધોનીનો એક ચાહક સ્ટેડિયમમાં કરાયેલ તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનની વચ્ચોવચ દોડી ગયો હતો. મહેન્દ્રસિંહ ધોનીના ચાહક સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પણ IPLની ચાલુ મેચ દરમિયાન સ્ટેડિયમની તમામ સુરક્ષા વ્યવસ્થા ભેદીને મેદાનમાં યુવક દોડી જતા, ફરી એકવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થવા પામ્યા છે. ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા જય જાની નામના યુવકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
