IPL 2024ની રાજસ્થાન રોયલ્સ સામેની મેચ 56મી મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમે ધીમી ઓવર રેટજાળવી રાખ્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. IPLની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના અપરાધોને લગતી આ સિઝનમાં તેની ટીમનો ત્રીજો ગુનો હોવાથી, રિષભપંતને રૂપિયા 30 લાખનો દંડ અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઇમ્પેક્ટપ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂપિયા 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા, બેમાંથી જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.
