Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સિંગાપોરમાં કોરોનાના કેસ વધવાથી લોકોમાં ભયનો માહોલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વિશ્વભરમાં કોરોનાના કેસ નહિવત નોંધાઈ રહ્યા છે, ત્યારે સિંગાપોરમાં કોરોનાની નવી લહેરથી આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. એટલું જ નહીં તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવાની પણ સૂચના આપી દેવાઈ છે. મળતા અહેવાલો મુજબ અધિકારીઓએ પાંચથી 11 મે સુધીમાં 25,900 કેસ નોંધ્યા છે. અહીં દૈનિક 181 કેસો સામે આવતા હતા, પરંતુ હવે તે વધીને 250 પર પહોંચી ગયા છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે 5 થી 11 મે વચ્ચે કોવિડ-19 કેસોની અંદાજિત સંખ્યા વધીને 25,900 થઈ ગઈ છે, જે અગાઉના સપ્તાહમાં 13,700 કેસની સરખામણીએ હતી. સિંગાપોર કોરોનાદર્દીઓની વધતી સંખ્યાથી ચોંકી ઉઠ્યું છે.

કોવિડ-19ની નવી લહેર અહીં જોવા મળી રહી છે. કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે. 5 થી 11 મે વચ્ચે લગભગ 26,000 કેસ નોંધાયા હતા. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગયેકુંગે માસ્ક પહેરવાની અને સાવચેત રહેવાની સલાહ આપી છે સાથે જ તેમણે કહ્યું હતું કે, જો કોરોનાના કેસોની સંખ્યા બમણી થશે તો સિંગાપોરની આરોગ્ય સિસ્ટમમાં 500 દર્દીઓ નોંધાશે, જેને સિંગાપોર સંભાળી નહીં શકે. જો બીજી વખતમાં તેનાથી પણ વધુ કેસો નોંધાશે તો તેમાં દૈનિક 1000 કેસો સામે આવી શકે છે, જેના કારણે હોસ્પિટલની સિસ્ટમખોરવાઈ શકે છે.

તેમણે કહ્યું કે, આગામી સમયમાં આરોગ્ય સેવા સિસ્ટમે સતર્ક રહેવાની સાથે તૈયાર રહેવું પડશે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બેડની ક્ષમતા બચાવવા માટે નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. જાહેર હોસ્પિટલોને તેમના બિન-તાકીદના વૈકલ્પિક શસ્ત્રક્રિયાના કેસો ઘટાડવા અને યોગ્ય દર્દીઓને ટ્રાન્ઝિશનલ કેર સુવિધાઓમાં સ્થાનાંતરિત કરવા કહેવામાં આવ્યું છે. તેમજ ઘરમાં હળવી બીમાર વ્યક્તિની કાળજી લેવા જણાવ્યું હતું.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!