બનાસકાંઠા જિલ્લામાં એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી.અહીં દિયોદરનાપાલડી ચોકડી નજીક એક ઓટો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે તો રીક્ષામાં બેઠેલા ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.નોંધનીય છે કે, એક જ પરિવારના લોકો રીક્ષામાં ધાર્મિક પ્રસંગમાં જઈ રહ્યા હતાતે દરમિયાન આ ઘટના બની હતીત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
