રાજકોટના ટીઆરપી ગેમઝોનની આગ બાદ, રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમ ઝોન સહિતના સ્થળોએ જરૂરી પરવાનગીની ચકાસણી કરવામાં આવી રહી છે. આવી તપાસમાં અમદાવાદમાં મોટી ચોકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદમાં ચાલતા 34 ગેમ ઝોન પૈકી 6 ગેમ ઝોન પાસે બીયુ પરમીશન તો નહોતું અને સાથે ફાયર વિભાગનું એનઓસી પણ નહોતું. ત્રણ ગેમઝોન પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન કે ફાયર એનઓસી જ નહોતુ. ગોતાના ફનગ્રેટો પાસે બીયુપર વાનગી છે જ નઈ નથી. નિકોલના ફન કેમ્પસ ગેમ ઝોન પાસે ફાયર NOC નથી. સાઉથ બોપલના જોયબોક્સ પાસે નથી BU પરવાનગી. ઘુમાનાફન ઝોન પાસે BU પરવાનગી કે ફાયર એનઓસીજ નહીં. જોધપુરના ગેમિંગ ઝોન પાસે પણ બિલ્ડિંગ યુઝ (બીયુ)કે ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)નહીં. ચાંદલોડિયા જોય એન્ડ જોયમાં પણ ફાયર અને BU પરમીશન નથી.
