મનિષા એસ. સુર્યવંશી/તાપી : ગુજરાત રાજયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અનુસંધાને આચારસંહીતા અમલમાં હોય અને નજીકના સમયમાં મતગણતરી થનાર હોય જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લાની ચેકપોસ્ટ પર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવતાં સાપુતારા ચેકપોસ્ટ ઉપર પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.ઝેડ.ભોયા તથા તેમનો સ્ટાફ વાહન ચેકીંગની કામગીરી કરતા હતા.
તે દરમિયાન તારીખ 26/05/2024નાં સાંજે 4:50 કલાકે મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ગુજરાત રાજ્ય તરફ આવતી મારુતી સુઝુકી અર્ટીગા ગાડી નંબર MH/05/CM/7849 સાપુતારા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી હતી. તે સમયે સાપુતારા પોલીસ સ્ટાફના માણસોએ ગાડી ઉભી રાખી ગાડી ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટ લાયસન્સ વગરની સ્ટીલના ધાતુની દેશી હાથ બનાવટની પિસ્ટલ 1 નંગ જેની કિંમત રૂપિયા 25,000/- અને 4 નંગ મોબાઇલ જેની કિંમત રૂપિયા 45,000/- તેમજ અર્ટીગા ગાડી જેની કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ 5,70,000/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બંને આરોપીઓના નામ પૂછતા પહેલાએ તેનું નામ, રોહિદાસ રંગનાથ ચવ્હાણ (ઉ.વ.39, રહે.ઇન્દીરાનગર જલકુ, તા.માલેગાવ, જી.નાશિક) અને બીજાનું નામ અમોલ બાબુરાવ ખોતકર/પાટીલ (ઉ.વ.30, રહે.હાલ ઉદરી ખામગાંવ તા.ખામગાંવ જી.બુલઢાણા, મુળ રહે.કસાબખેડા થાણા લાસુર સ્ટેશન તા.વૈજાપુર જી.ઔરંગાબાદ, મહારાષ્ટ્ર)નાં હોવાનુ જણાવ્યું હતું. બનાવ અંગે સાપુતારા પોલીસે બંને વિરુધ્ધ આર્મ્સ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે અજય બાબુ મોહિતે (રહે.ઉંદરી ખામગાવ તા.ખામગાંવ જી.બુલઢાણા) અને દિલીપ ફુલસીંગ ચવ્હાણ (રહે.જલગાંવ, સંતોષનગર તા.જી.જલગાવ, મહારાષ્ટ્ર)નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
