ઝારખંડના રાંચી જિલ્લામાંથી એક ખુબજ શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ચાર યુવકોએ ઘરમાં ઘૂસીને સૈનિકની પત્ની સાથે ગેંગરેપ કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની શોધમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આ બનાવ રાંચી જિલ્લાના ખરસીદાગ ઓપી વિસ્તારના પોકટોલી ગામમાં બન્યો હતો. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ પીડિત મહિલાનો પતિ ભારતીય સેનાનો જવાન છે, તે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં તહેનાત છે. મધ્યરાત્રિએ મહિલાને ઘરે એકલી જોયા બાદ ચાર યુવકોએ બાળકોની સામે જ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પીડિત મહિલાને એક બાળક 4 મહિનાનો અને બીજો 7 વર્ષનો છે. જોકે પીડિત મહિલા આરોપીને ઓળખતી નથી. ઘટનાની માહિતી પીડિતાના પતિને આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાનો વહેલી તકે પર્દાફાશ કરવામાં આવશે. પોલીસ ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે જેથી આરોપીઓ વિશે કડીઓ મળી શકે અને તાત્કાલિક ધોરણે તેમણે ઝડપી પાડવામાં આવે.
