Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

NEET PGની નવી પરીક્ષાઓની તારીખો થઈ જાહેર, આ પરીક્ષા 11 ઓગસ્ટનાં રોજ લેવાશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિઝ (NBEMS) દ્વારા NEET PGની નવી પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા હવે તારીખ 11 ઓગસ્ટ 2024ના રોજ આયોજિત કરાશે. આ વખતે પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. એસઓપી અને પ્રોટોકોલની સમીક્ષા બાદ નીટ પીજીની નવી તારીખો જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષાની વિગતો ટૂંક જ સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઈટ natboard.edu.in પર જાહેર કરાશે.

નોંધનીય છે કે પહેલા NEET PGની પરીક્ષા તારીખ 23 જૂને યોજાવાની હતી. જે NEET UG પેપર લીકનાં વિવાદને પગલે 22 જૂને નિર્ધારિત સમય કરતાં 12 કલાક પહેલાં રદ કરવામાં આવી હતી. અગાઉ NBEએ એક નોટિસ જાહેર કરી હતી. આ નોટિસમાં ઉમેદવારોને નકલી ઈમેલ/SMS અથવા ખોટા દસ્તાવેજો અને સોશિયલ મીડિયાથી ગેરમાર્ગે દોરતા ફર્જી એજન્ટો તેમજ વચેટિયાઓને આવવાની સલાહ આપવામાં આવી હતી. NBEMS દ્વારા લેવામાં આવતી કોઈપણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા અંગે ઉમેદવારોને NBEMS કોઈપણ ઈમેલ કે SMS મોકલતું નથી. એટલે NBEMS વેબસાઇટ અથવા ઇમેઇલ પર અપડેટ દ્વારા NBEMSના નામે SMS દ્વારા પ્રાપ્ત માહિતીની પહેલા તપાસ કરજો.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!