તાજેતરમાં સી.એ. ફાઇનલ અને ઇન્ટરનું પરિણામ ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડીયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફાઇનલમાં ૧૮૨ ઉમેદવારમાંથી ૨૫ અને ઇન્ટરમાંથી ૨૧ વિદ્યાર્થી પાસ થયા હતા. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૨ના સ્થાને ૨૫ વિદ્યાર્થીઓએ સી.એ. કમ્પલેટ કર્યું હતું જેમાં ફાઇનલમાં ૩૭૨ માર્કસ સાથે પ્રિયાંક શાહ અને ઇન્ટરમાં ૪૪૦ માર્કસ સાથે અહેમદ લાખાણી ભાવનગર પ્રથમ આવેલ છે.
દીલ્હી સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાની સી એ ફાઇનલ અને ઇન્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર થયું જેમાં ભાવનગરમાં ફાઇનલમાં ૧૮૨ ઉમેદવારમાથી ગુ્રપ ૧માં ૩૦, ગુ્રપ ૨માં ૨૫ અને બંને ગુ્રપમાં ૭ પાસ થયા. ઇન્ટરમાં ૧૯૫ ઉમેદવારમાથી ગુ્રપ ૧માં ૫૪, ગુ્રપ ૨માં ૨ અને બંને ગુ્રપમાં ૨૧ પાસ થયા. ભાવનગર ખાતે ૨૫ વિદ્યાર્થીઓ સી.એ. થયા છે જેમાં નિદાઝેહરા નાયાણી, હસ્તી શાહ, હાસીમ ધંધુકાવાલા, બ્રિજેશ વાઘાણી, સચીન ચાવડા, રાજ ચિમણાણી, હાદક ચોટરાણી, યાજ્ઞિાક મહેતા, દિપમ શાહ, ચાર્મી શાહ, નીસર્ગ પાઠક, મેઘ દોશી, કૃતિ શેઠ, પ્રગતિ ડોડીયા, હીરવા ભાયાણિ, મિત્તલ સંઘવી, શાક્ષી વીરડીયા, રાજવી પારેખ, હાદક ચોતરાની, તીર્થ સંઘવી, આશિષ સચદેવ, આશિષ પીંજાની અને કોમલ બાંભણીયા, કૌશિક ઢીલાતર, મયુરી ગોસાઇ સી.એ થયા.
તમામને ભાવનગર બ્રાન્ચના ચેરમેન ભાવિન રાજ્યગુરુ અને વીકાસા ચેરમેન આદિલ દૌલાએ આવકાર્યા હતાં. એક તબક્કે ગત વર્ષે ફાઇનલની પરીક્ષા ૮૦૦ માર્કસની હતી જેને થોડી હળવી કરી ૬૦૦ માર્કસની કરાઇ છે જેથી ગત વર્ષે ભાવનગરમાંથી ૧૨ જેટલા વિદ્યાર્થી સીએ થયા હતા તેના સ્થાને આ વર્ષે ૨૫ વિદ્યાર્થીઓએ સીએની પદવી મેળવી હોવાનું જણાયું છે. આમ કોર્ષની સરળતા અને ટોટલ માર્કસમાં થયેલ ઘટાડાના કારણે ફાઇનલના પરિણામમાં પણ વધારો નોંધાવા પામ્યો છે.




