Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

માહિતી બ્યુરો,તાપી : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં કાટગઢ ગામમાં આવેલ શ્રી પી.પી.સવાણી વિધામંદિર સ્કુલ ખાતે ટીડી વેકશીનેશન(ધનૂર અને ડિપ્થેરિયા મારક રસી) નો પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા આર સી.એચ અધિકારીશ્રી.ડો.ભાર્ગવ દવે, આર.બી.એસ.કેMO ડો.વિક્રમ અને ડો. વિજેતા તથા RBSK ટીમ, પ્રા.આ.કેન્દ્ર-છીંડીયાની ટીમ હાજર રહી હતી. શાળાના ધોરણ-૫ ના TD-10- 72 બાળકો અને ધોરણ-૧૦ના TD-16-45 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના બાળકોનું હેલ્થ ચેકઅપ પણ RBSK ટીમ દ્રારા કરવામાં આવ્યું હતું.આ સાથે એનીમીયા, ડાયાબીટીસ વગેરે બીમારી વિશે આરોગ્ય શિક્ષણ આપી,સમતોલ આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!