રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ ચાર બાળકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 35 થયો છે. પંચમહાલમાંથી સૌથી વધુ પાંચ બાળકોના મૃત્યુ થયા છે. ચાંદીપુરાના વધુ ચાર શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ગુજરાતમાં ચાંદીપુરાના કુલ પોઝિટિવ કેસ વધીને 22 થયો છે. ગુજરાતમાં ગતરોજ દિવસ દરમિયાન વાયરલ એન્કેફેલાઈટિસ (ચાંદીપુરાનાં શંકાસ્પદ કેસ) વધુ ચાર કેસ નોંધાયા હતા. આ સાથે વાયરલ એન્કેફેલાઈટિસના કુલ કેસનો આંક વધીને 88 થયો હતો.
જેમાં સાંબરકાંઠામાંથી 9, અરવલ્લી-ખેડામાંથી 6, છોટા ઉદેપુર-દાહોદ-નર્મદા-મહીસાગર-વડોદરા કોર્પોરેશન- રાજકોટ કોર્પોરેશનમાંથી 2, ગાંધીનગર-જામનગર-મહેસાણામાંથી 5, રાજકોટ-મોરબી-બનાસકાંઠામાંથી 4, ગાંધીનગર કોર્પોરેશન-સુરેન્દ્રનગરમાંથી 3, અમદાવાદ કોર્પોરેશનમાંથી 7, પંચમહાલમાંથી 11, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-વડોદરા-કચ્છમાંથી-1 1 કેસનો સમાવેશ થાય છે. રાજકોટ સિવિલ, ખંભાળિયા અને સુરેન્દ્રનગરથી અહેવાલો મુજબ જામનગરનાં કાલાવડ તાલુકાનાં નિકાવા ગામની 2 વર્ષની બાળકીનો રિપાર્ટ પોઝીટીવ આવ્યો છે અને તે હાલ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે. મોરબી પંથકમાંથી આવેલ 13 વર્ષના બાળકનું અગાઉ મૃત્યુ નીપજ્યું છે.
જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ ખંભાળિયાના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું પણ ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યાનું સ્પષ્ટ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના શ્રમિક પરિવારના 11 માસના બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં ખેતમજુરી કરતા પરિવારના 6 માસનો બાળક અને 2 માસની બાળકી એમ બે બાળકોને ઝાડા ઉલ્ટી થયા બાદ મોત નીપજ્યા છે જેમને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યાનું અનુમાન થઈ રહ્યું છે અને બન્નેના સેમ્પલ લઈને પુના લેબોરેટરી ખાતે મોકલાયા છે. બીજી તરફ ચાંદીપુરામાં સપડાયેલી સુરતના સચિન વિસ્તારની 12 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન આજે વહેલી સવારે નવી સિવિલ હોસ્પિટલમા મોત થયું હતું.




