મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ટીચકપુરા બાયપાસ હાઈવે ત્રણ રસ્તા પરથી મોપેડ બાઈક ઉપર મોટા બેગમાંથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બાબેન ગામનાં બે યુવકો ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ ટીચકપુરા બાયપાસ સોનગઢ સુરત હાઈવે રોડ પર હતા તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મોપેડ નંબર GJ/19/BK/8779 પર બે યુવકો પ્રોહી. મુદ્દામાલ લઈ પસાર થનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ટીચકપુરા હાઈવે રોડ ઉપર વોચમાં હતા.
તે દરમિયાન બાતમીવાળો મોપેડ ચાલક આવતા જોઈ પોલીસે બાઈક ઉભું રખાવ્યું હતું. ત્યારબાર પોલીસે મોપેડ બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સુરેશભાઈ પંડિતભાઈ કામળે (ઉ.વ.33., રહે.બાબેન ગામ, રોયલ પાર્ક, શિવ શક્તિ એપાર્ટમેન્ટ, તા.બારડોલી) અને બીજાનું નામ પૂછતા સંદીભાઈ દિલીપભાઈ સેવાળે (રહે.બાબેન ગામ, નહેરૂ નગર, તા.બારડોલી)નાં હોવાનું જણાવ્યું હતું અને જયારે એમના પાસેનાં એક મોટા બેગમાં જોતા તેમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 69 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 6,600/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલા બંને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




