વડોદરાનાં વાડી વિસ્તારનાં તળાવમાં મોડી રાતે એક યુવક ડૂબી જતા તેની શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ગૌરી વ્રતનો છેલ્લો દિવસ હોવાથી મોડી રાત્રે અનેક સ્થળોએ જવારા વિસર્જન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન વાડી વિસ્તારના મહાદેવ તળાવમાં જવારા વિસર્જન દરમિયાન એક યુવક ડૂબી જતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ભારે શોધખોળ કર્યા બાદ ફાયર બ્રિગેડે પ્રકાશ ચુનારા નામના 35 વર્ષ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ઘણા અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.




