ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં નીચાણવાળી સોસાયટી હજુ પણ વરસાદી પાણીનો ભરવો થયો છે. નીલકંઠ વિલાથી દીવાને જોડતા રોડ ઉપર પાણીનો ભરાવો યથાવત જોવા મળી રહી છે. વૃંદાવન સોસાયટીથી જલારામ સ્કૂલ માર્ગ ઉપર પાણીમાં જ હજુ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદનાં કારણે નીલકંઠ વિલાથી દીવાને જોડતા રોડ ઘૂંટણ સમા પાણીને લોકો હાલાંકી ભોગવી પડી રહી છે. અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.
અંકલેશ્વરમાં વરસેલા મુશળધાર વરસાદનાં પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. જેમાં સેફ્રોનથી દિવા જતા માર્ગ ઉપર આવેલ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાય ગયા હતા. જેના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. જોકે મોટાભાગની સોસાયટીમાંથી પાણી ઓસરી ગયા હતા. આ રોડ ઉપર આવેલ નીલકંઠ વીલા સોસાયટીથી દિવા ગામ તરફ જતા માર્ગ ઉપર પાણીનો કોઈ નિકાલ ન થતા પાણીનો ભરાવો યથાવત રહ્યો છે ઘૂંટણ સમા પાણી ભરાય રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.
ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરે તેવી લાગણી પ્રવર્તી છે. અંકલેશ્વરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. સેફ્રોનથી દિવા જતા માર્ગ ઉપર આવેલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાય ગયા હતા. જેના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જો કે મોટાભાગની સોસાયટીમાંથી પાણી ઓસરી ગયા હતા. ત્યારે આ રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીથી જલારામ સ્કૂલ જતા માર્ગ ઉપર પાણીનો કોઈ નિકાલ ન થતા પાણીનો ભરાવો યથાવત રહેતા રહીશો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.



