વરસાદી આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત ન રહે તે માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. નવસારી જિલ્લામાં હાલ પુર્ણા નદીમાં પાણીની સપાટી વધતા અનેક નાગરિકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. આવી આફતની પરિસ્થિતીમાં નાગરિકની પળખે રાખી નવસારી જિલ્લા તંત્ર નાગરિકોની જીવન જરૂરી વસ્તુઓ આપી રહ્યું છે. જેમાં ભોજન, સ્વચ્છ પાણી સુવા માટે ચાદર ગાદલા, શૌચાલય સહિત પોલીસ કોન્ટેબલ પણ તૈનાત કરવામાં આવ્યા છે. નવસારી વિજલપોર નગરપાલીકાની વાત કરીએ તો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નં.10 ખાતે બાલાપીર દરગાહ, રામજી ખત્રી, રેલ રહાત કોલનીના અંદાજિત 80 જેટલા નાગિરિકોને આશ્ર્ય આપવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આજદિને નવસારી નગરમાં કુલ-1560 નાગરિકો વિવિધ આશ્ર્યસ્થાનોએ રહેવાસ કરી રહ્યા છે. આ ઉપરાંત 113 નાગરિકો સગાસબંધિને ત્યા રોકાયા છે.




