Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઈઝરાયલે ગાઝાની સ્કુલ પર કર્યો હુમલો : સાત બાળકો સહીત 30 લોકોનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઇઝરાયેલે સેન્ટ્રલ ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટાઇનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સ્કૂલ પર હવાઈ હુમલો કરતા બાળકો સહિત 30ના મોત થયા હતા અને 100થી વધુ પેલેસ્ટાઇનીઓને ઇજા થઈ છે. ઇઝરાયલના વાટાઘાટકારો પ્રસ્તાવિત યુદ્ધવિરામને લઈને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ સાથે વાટાઘાટની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલે જણાવ્યું હતું કે, તેઓએ સ્કૂલમાં આવેલા હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો. તેનો ઉપયોગ ઇઝરાયેલના લશ્કર પર હુમલો કરવાનો આદેશ આપવા થતો હતો અને તેમા મોટાપાયા પર ગુણવત્તાસભર શસ્ત્રો ગોઠવવામાં આવ્યા હતા. હમાસે ઇઝરાયેલના લશ્કરના જવાબને ખોટો ગણાવ્યો હતો. ગાઝામાં સિવિલ ડિફેન્સ વર્કરોએ જણાવ્યું હતું કે આ સ્કૂલમાં હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને તેનો મેડિકલ સાઇટ તરીકે પણ ઉપયોગ થઈ રહ્યો છે.

ગાઝાના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અન્ય હુમલામાં કમસેકમ 12ના મોત થયા હતા. ગર્લ્સ સ્કૂલ પરના હુમલામાં સાત બાળકો અને સાત મહિલાના મોત થયા હતા. અમેરિકા, ઇજિપ્ત, કતાર અને ઇઝરાયેલના અધિકારીઓ રવિવારે ઇટલીમાં યુદ્ધવિરામની મંત્રણા માટે મળવાના છે. સીઆઇએના ડિરેક્ટર બિલ બર્ન્સ કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની, મોસાદના ડિરેકટર ડેવિડ બાર્નિયા અને ઇજિપ્તના જાસૂસી વડા અબ્બાસ કામેલને મળવાના છે, એમ અમેરિકા અને ઇજિપ્તના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. અમેરિકન અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ અને હમાસ ત્રણ તબક્કાના ડીલના મૂળભૂત માળખાને લઈને સંમત થઈ ગયા હતા. પણ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ યુએસ કોંગ્રેસમાં આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ હમાસને ખતમ કરીને જ યુદ્ધ પૂરુ કરશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!