વડોદરાના ઓપી રોડ વિસ્તારમાં આવેલી ઇન્સ્યોરન્સ ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી, જેમાં છ લોકોને ઈજા થઈ છે. વડોદરાના ચિત્રા કૉમ્પ્લેક્સનાં ત્રીજા માળે આવેલી શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં સવારે કામકાજ શરુ થયા બાદ એકાએક એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગને કારણે કૉમ્પ્યુટર, ફર્નિચર તેમજ મહત્ત્વની ફાઇલો આગની લપેટમાં આવી જતાં બળી ગઈ હતી. જ્યારે બારીઓના કાચ ઊડીને રસ્તા પર ફેંકાયા હતા. ભયંકર બ્લાસ્ટના લીધે લોકો ડરી ગયા હતા અને થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ બન્યો ત્યારે ઓફિસમાં છ લોકો હાજર હોવાથી તેઓ દાઝ્યા હતા. ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી જતાં આગ કાબુમાં લેવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.(ફાઈલ ફોટો)




