વડોદરાનાં અલકાપુરી વિસ્તારમાં ડ્રેસ મટીરીયલની દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વડોદરાના બી.પી.સી રોડ પર આવેલા એરીઝ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ડ્રેસ મટીરીયલ અને સાડીની સંસ્કૃતિ નામની દુકાનમાંથી સવારે ધુમાડા નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લઈ આસપાસની દુકાનો બચાવી લીધી હતી. પોલીસે બનાવ અંગે માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.




