વડોદરાના વાડી વાયડાપોળ વિસ્તારમાં એક જર્જરીત મકાન ધરાશાયી થતાં માતા-પુત્રીનો બચાવ થયો હતો. વાડી વાયડાપોળમાં બપોરે પહેલાં મકાન પડવાનો નાનો અવાજ આવ્યો હતો. જેથી પાડોશીઓ બહાર આવી ગયા હતા અને થોડી જ વારમાં મકાનનો બીજો ભાગ ધડાકાભેર ધરાશાયી થઇ ગયો હતો. મકાનના પાછળના ભાગે એક રમાબેન નામના સિનિયર સિટિઝન મહિલા તેમની બીમાર પુત્રી સાથે રહેતા હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડે બંનેને બહાર કાઢ્યા હતા. જોકે બંને જણા મકાન છોડીને બીજે રહેવા જવા તૈયાર નહિ થતાં પોલીસની મદદ લેવામાં આવી હતી. પોલીસે સમજાવટથી કામ પાર પાડી માતા-પુત્રીન સબંધીને ત્યાં મોકલવા તજવીજ કરી હતી.
