Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અજાણ્યા કાર અડફેટે આવતાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભાવનગરના જસવંતપુરા ખાતે રહેતા અને એલ એન્ડ ટી ધોલેરા ખાતે નોકરી કરતા યુવાન પોતાનું મોટરસાયકલ લઈને જશવંતપુરાથી ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર ત્રણ નંબરના નાળા પાસે પહોંચતા કોઈ અજાણ્યા કારના ચાલકે યુવાનના મોટરસાયકલને અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી ઇજાગ્રસ્ત હાલતે યુવાને હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ભાવનગરના જસવંતપૂરા ખાતે રહેતા અને એલ એન્ડ ટી ધોલેરા ખાતે નોકરી કરતા સાગરભાઈ ચંદુભાઈ ચુડાસમા (ઉ.વ.૩૧) તેમનું મોટરસાયકલ લઈને જસવંતપુસ ગામેથી ભાવનગર આવવા નીકળ્યા હતા. અને અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર ત્રણ નંબરના નાળા પાસે પહોંચતા કોઈ અજાણ્યા કારના ચાલકે સાગરભાઈનાં મોટરસાયકલ સાથે અથડાવી દેતા મારા સાગરભાઈને સ્થળ ઉપર પડી જતા તેમને માથાના ભાગે તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના કાકા વલ્લભભાઈ શાંતિભાઈ ચુડાસમાએ વેળાવદર ભાલ પોલીસમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!