Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સાપુતારા સહિત સમગ્ર ડાંગમાં રીમઝીમ રીમઝીમ વરસાદી માહોલમાં મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નું શાનદાર રીતે ઉદઘાટન કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં રીમઝીમ રીમઝીમ વરસાદી માહોલમાં મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નું શાનદાર રીતે પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. તા.૨૯ જુલાઇ થી ૨૮ ઓગસ્ટ સુધી એક મહિનો ચાલનારા ફેસ્ટિવલનો લોકોત્સવ અને રંગારંગ કલાકારો દ્વારા શાનદાર અને યાદગાર લોકમાનસ પટલ પર અમી છાપ છોડવામાં આવી છે. અને વરસતા વરસાદમાં યુવાનો અને પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આદિજાતિ સંસ્કૃતિની એક સે બઢકર એક ઝાંખી અને ગુજરાતનો ગ્લોબલ ગરબો તથા મેર તલવાર નૃત્ય અને સીદી ધમાલ નૃત્ય આબેહૂબ અને આકર્ષણના મુખ્ય કેન્દ્રો રહ્યા હતા. અને ઉપસ્થિત જનમેધનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.

ખુશનુંમા અને આહલાદક વાતાવરણમાં રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેઠે પાણી પડે ગિરિમાળાના ડુંગરે -ડુંગરે વરસાદમાં ખળ-ખળ ઝરણા અને ઘસમસતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અને ખેતરે ખેતરે ડાંગરના પાક જાણે લીલી ચાદરની જેમ હરિયાળીથી હરી ભરી બની છે. અડાબીડ જંગલો વરસતા વરસાદથી મસ્ત બની સ્નાન કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. આ પ્રવાસન ડેસ્ટિનેશન પર આવતા પ્રવાસીઓના મન પુલકિત બની વાહ ક્યાં નજારો છે. ક્યાં સીન હૈ નો ઉદગાર કરી રહ્યા છે. અને લોકો પોતાના મોબાઇલમા સેલફી અને ફોટા પાડી તસ્વીર કેદ કરીને કાયમી સભારણું જાણે કે દિલની જેમ સાચવીને સેવ કરી દીધું છે. આંખ આ તને ધન્ય છે.મનમોહક સાપુતારા સૌને ગમી રહ્યું છે. અને મિત્રો-દોસ્તો અને સ્નેહી સબંધિતોને અહી આવ્યાની તસ્વીર શેર કરીને પોતાની હાજરીની અનુભૂતિ કરાવી રહ્યા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!