Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાંસદાના લાછકડી ખાતે ‘નર્સરી-એક ઉધોગ’ વિષય પર સેમિનાર યોજાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સંયુક્ત બાગાયત નિયામકશ્રીની કચેરી સુરત અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે GROW MORE FRUIT CROPS ઝુંબેશ અંતર્ગત “નર્સરી – એક ઉધોગ” વિષય ઉપર વાંસદા તાલુકાના બાયફ લાછકડી ખાતે એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમીનારમાં નવસારી કૃષિ યુનિ.ના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.એમ.ટંડેલે નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ દ્વારા નર્સરી એક્રીડિએશન કઈ રીતે કરી શકશે તેની વિગતવાર માહિતી આપી હતી. તેમજ ખેડૂતોને નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડમાં તેમની નર્સરી એક્રીડિએશન કરવા ભાર પૂર્વક જણાવવામાં આવ્યુ હતું.

કૃષિ યુનિ.ના સંશોધન વૈજ્ઞાનિક ડો.પી.પી.પટેલ દ્વારા નર્સરી વ્યવસ્થાપનમાં રોગ નિવારણના પગલાંઓની ટેકનીકલ તથા રીસર્ચ બેઇઝ વિગતો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાળીયાએ નર્સરી સંલગ્ન ખેડૂતો સાથે નર્સરીની ગુણવત્તા, ભવિષ્યના પડકાર અને જરૂરિયાત તથા મધરબ્લોક કરવા માટે ખાસ જણાવ્યું હતું. પ્રુનીંગ અને નવી વાડીઓમાં માવજત કરવા તેમજ બાગાયત ખાતામાં ચાલતી વિવિધ યોજના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નર્સરી વ્યવસ્થાપન તથા તેના રોગ જીવાત વિશે ખેડૂતોએ પ્રશ્નોત્તરી કરી અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને બાગાયત કચેરીના ઉપસ્થિત અધિકારી કર્મચારીઓ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૮૦ જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!