રાજસ્થાન સરકારના ગૃહ વિભાગે કાવડ યાત્રા પર એક એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ગૃહ વિભાગે કહ્યું છે કે, કાવડ તીર્થયાત્રીઓ જ્યારે રાજસ્થાનની સરહદમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ ડીજે અને લાઉડસ્પીકર વગાડી શકશે નહીં. તેમજ કાવડની ઊંચાઈ પણ 7 ફૂટથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત કાવડ યાત્રિકો તેમની સાથે હોકી સ્ટીક, તલવારો, પોઇંટેડ ભાલા, લાકડીઓ તેમજ ડંડા લઈને જઈ શકશે નહીં. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીનો બજરંગ દળે સખત વિરોધ કર્યો છે. ધોલપુર જિલ્લાના ડીએમ શ્રીનિધિ બીટીએ કહ્યું કે, રાજસ્થાન સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં કાવડ તીર્થયાત્રીઓને સૂચના આપવામાં આવી છે.
જેમાં ઉત્તરાખંડના હરિદ્વારથી પગપાળા આવતા કાવડ તીર્થયાત્રીઓએ માત્ર રાજસ્થાન સરહદમાં પગપાળા માર્ગનો ઉપયોગ કરે. કાવડ યાત્રાળુઓએ તેમનું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું જરુરી. યાત્રાળુએ તેમના વાહનો ફક્ત નક્કી કરેલા પાર્કિંગમાં જ પાર્ક કરવાના રહેશે. નહીં તો તેમની પર MV એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજસ્થાન સરકારના ગૃહ વિભાગે કાવડ યાત્રાળુઓને લઈને જારી કરેલી એડવાઈઝરીમાં કાવડની ઊંચાઈ 7 ફૂટથી વધુ ન રાખવી. ટ્રેન અને અન્ય વાહનોની છત પર મુસાફરી ન કરવી. નહીં. પુલ પરથી કૂદ્યા પછી સ્નાન ન કરો. કાવડ યાત્રાળુઓએ યાત્રા દરમિયાન ડીજે અને લાઉડ સ્પીકર વગેરેનો ઉપયોગ કરવો નહી. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો અને અફવાઓ ફેલાવશો પણ નહીં. પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો ઉપયોગ ન કરશો. યાત્રા દરમિયાન સાઇલેન્સર કાઢીને બાઇક ચલાવશો નહીં.
