ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શિવાજી તબીયારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકાની કુલ ૬૭ ગ્રામ પંચાયતોમાં તારીખ ૩ ઓગસ્ટના રોજ મનરેગા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવસની ઉજવણી અંતર્ગત ગ્રામજનોને જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની વિવિઘ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લાની ૬૭ ગ્રામ પંચાયતોમાં “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.વધુમાં સુબીર તાલુકાના શિંગાણા ગ્રામ પંચાયતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા યોજનાના નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરશ્રી અને વર્કસ મેનેજરશ્રી તથા મિશન મંગલમના ડિસ્ટ્રીકટ લાવલીહુડ મેનેજરશ્રી હાજર રહેલ હતા.આ કાર્યક્રમમાં મનરેગા યોજનાના તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં




