ભરૂચ જિલ્લામા નારી વંદન ઉત્સવની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે મણીબા હોલ અંકલેશ્વર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે નારીશક્તિ થકી રાષ્ટ્રસમાજ ઉજળુ બની શકે છે. નારી વિના માનવ સમાજની રચના અશક્ય છે. દરેક મહિલા પોતાના પગભર થઇ આર્થિક સધ્ધરતા મેળવે તે માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે.
નારી વંદન ઉત્સવ જેવા જાગૃતિ કાર્યક્રમો થકી આજે મહિલાઓ બાબતે જાગૃતિ આવી છે. કાર્યક્રમમાં રોજગાર વિભાગ થકી નોકરીદાતાઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીમાં કામ કરવા માટેની તક વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સ્ટાફ તેમજ ૬૦૦ થી વધુ મહિલાઓ હાજર રહેલ જન શિક્ષણ સંસ્થા માથી પધારેલ જે.એસ.સૈયદ સર દ્વારા સંસ્થામાં ચાલતા તાલીમ વર્ગો વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થીત ૧૬૩ બહેનોને પ્રાથમિક રોજગારી આપવામાં આવી તેમજ રોજગારી માટે ૪૦૦ કરતાં વધારે બહેનોએ રોજગારી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, કુંવરબાઈ મામેરુ યોજના, માહિતી તેમજ પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું.




