ગોંડલના પાટીદળ ગામ પાસે રસ્તામાં ગાય આડી ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પાટીદળ ગામના યુવકનું મોત નિપજયું હતું. જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ગામ નજીક બે બાઈક ટકરાતા અકસ્માતમાં બાઈક ચાલક જામનગરના યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના પાટીદળ ગામે રહેતા ગોવિંદભાઈ બચુભાઈ વાઢેર નામનાં ૪૨ વર્ષનાં યુવાન રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થયું હતું તેમાં ગોવિંદભાઈ ગંભીર રીતે ઘવાતા સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જામનગરમાં રહેતો સુરેશ પુનાભાઈ મકવાણા નામનો ૩૩ વર્ષનો યુવાન પોતાના મિત્ર અર્જુન વિનોદભાઈ સોમાણીને બેડ ગામે મૂકી બાઈકમાં પરત ફરી રહ્યો હતો. જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ નજીક ચોકલેટ ના કારખાના પાસે સામેથી આવી ધસી આવેલા ભરાણા ગામના સાજીદ મામદભાઈ ભટ્ટી નામના બાઈકના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માતમાં બાઈક ચાલક સુરેશ મકવાણા ને ગંભીર ઇજા થતા મોત થયું હતું.પોલીસે અકસ્માત સર્જનાર ભરાણા ગામના બાઈક ચાલક સાજીદ મહમદ ભટ્ટી સામે ગુનો નોધ્યો હતો.




