Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ : વિમાનમાં સવાર 61 લોકોના મોત નિપજયાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બ્રાઝિલમાં શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક પ્રાદેશિક ટર્બોપ્રોપ વિમાન રમકડાની જેમ ગોળ-ગોળ ફરતું નીચે ધડામ દઇને પડ્યું હતું. આ ઘટનાના વીડિયો પણ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે. જેમાં જોઇ શકાય છે કે વિમાન ખુબ જ જોરથી પટકાય છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના બ્રાઝિલના સાઓ પાઉલો નજીક બની હતી હતું. જ્યાં એક સ્થાનિક ટર્બોપ્રોપ વિમાન ક્રેશ થતા વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત થયા હતા. જયારે સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે,  પ્લેન અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વાયરલ વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે વિમાન દુર્ઘટના કેટલી ભયાનક હતી.

વીડિયોમાં પ્લેન ઊંચાઈ પર ઉડતું જોવા મળે છે, પછી અચાનક તે સીધુ નીચે જમીન તરફ પડવા લાગે છે. તેમજ વિમાનનો પાયલોટ સંપૂર્ણ રીતે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવી દે છે, અને પ્લેન આગળ વધવાને બદલે નીચેની તરફ રહેણાંક વિસ્તારમાં પટકાય છે. મળેલી માહિતી મુજબ ટર્બોપ્રોપ પ્લેન ક્રેશ થયું તે પહેલા તેમાં 61 લોકો સવાર હતા. તેમજ અકસ્માત બાદ તમામ મુસાફરોના મોત થયા હતા. આ ઘટના અંગે પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાઓ પાઉલો ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે રવાના થયેલા વિમાને પરના રાજ્યના કાસ્કેવેલથી બપોરે 1:30 વાગ્યે ઉડાન ભરી હતી.

તેમજ વિમાન સાઓ પાઉલોથી ઉત્તરપશ્ચિમમાં લગભગ 80 કિમી (50 માઇલ) દૂર વિન્હેડો શહેરમાં ક્રેશ થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બ્રાઝીલનું ATR-72 એરક્રાફ્ટ બેકાબૂ થઈ ગયું હતું. તેમજ આ વિમાન વિન્હેડોના ઘરોની નજીકના ઝાડના જંગલની પાછળ પડ્યું હતું. ત્યારે વિમાન નીચે પડતાની સાથે જ હવામાં ધુમાડાના ગોટેગોટા ઉડવા માંડે છે અને વિમાનમાં આગ લાગી જાય છે. જ્યાં અકસ્માત થયો હતો તે વિસ્તારના રહેવાસી અને પ્રત્યક્ષદર્શી ડેનિયલ ડી લિમાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે તેણે બારી બહાર જોતા પહેલા જોરદાર અવાજ સાંભળ્યો હતો. તેમજ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે કે પ્લેન ગોળ-ગોળ ફરી રહ્યું હતું, પરંતુ તે આગળ ન વધ્યુ અને થોડી જ વારમાં આકાશમાંથી જમીન પર પટકાયું અને જોરદાર વિસ્ફોટ થયો હતો.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!